બજેટમાં સરકાર તરફથી જે રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે, તેમને મોટી ગિફ્ટ આપવામાં આવી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળ, કેરાલા, અને આસામ માટે હજારો કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.
નિર્મલા સીતારમણે કહ્યું આ વર્ષે 3500 કિમી નવા રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવામાં આવશે. નાણામંત્રીએ આસામ, કેરાલા અને પશ્ચિમ બંગાળમાં રાજમાર્ગ બનાવવા માટે બજેટની પણ જાહેરાત કરી.
નિર્મલા સીતારમણે જણાવ્યુ કે પશ્ચિમ બંગાળમાં રાજમાર્ગ માટે 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સાથે કેરાલામાં 1100 કિલોમીટરનો રાજમાર્ગ બનાવવામાં આવશે.