નવી દિલ્હીઃ કર્ણાટક અને કેરળમાં રવિવારે ભારે વરસાદ થયો. બન્ને રાજ્યોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે બંગાળની ખાડી ઉપર હવાનું ઓછા દબાણું એક સીસ્ટમ બની છે.


રાજધાની દિલ્હીમાં રવિવારે ગરમ વાતાવરણ રહ્યું અને અહીં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના નથી. સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં 78 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

જ્યારે રવિવારે ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યોને 10 જિલ્લામાં સોમવાર માટે ઓરેન્જ એલલ્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે સવાર સુધી બંગાલની ખાડીમાં એક સીસ્ટમ સક્રીય થઈ છે.

કર્ણાટકના એર્નાકુલમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે, મુવત્તુપુઝા નદી પૂરના સ્તરે પહોંચી ગઈ છે જેમાં એર્નાકુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં પૂરની આશંકા છે. પાડોશી રાજ્ય તેલંગાનામાં સોમવારે અલગ અલગ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આદિલાબાદ, કરીમનગર, નિજામાબાદ, વારંગલ અને ખમ્મમમાં વરસાદ થવાની સંભાવના છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, તમામ એસપી અને ડીએમને સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંગાલની કાડી પર સીસ્ટમ સક્રીય થતા ઓડિશાના કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

આ વાતાવરણમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઘતિએ ચાલતી હવાઓની સંભાવનાને જોતા કેટલાક માછીમારોને સલાહ આપવામાં આવી છે કે 22 સપ્ટેમ્બર સુધી ઓડિશામાં દરિયો ખેડવા ન જાય.