મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇના બ્રાન્દ્રા વિસ્તારમાં કાલે રાત્રે અચાનક એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે ઇમારત ઘણા દિવસોથી ખાલી હતી, પરંતુ જ્યારે બિલ્ડિંગ પડી તો બાજુની બિલ્ડિંગનો કેટલોક ભાગ ઝપેટમાં આવી ગયો, જેનાથી 16 લોકો દબાઇ ગયા હતા. હાલ આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આમાં બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

ઘટના ગઇરાત્રે લગભગ આટ વાગ્યા ઘટી, જ્યારે બ્રાન્દ્રા સ્થિત ચાર માળની બિલ્ડિંગ અચાનક પડી ગઇ, જો ઘણા સમયથી ખાલી હતી. જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે બિલ્ડિંગની પાસની ઇમારતની નીચે એક કૉમ્પ્યુટર રિપેરિંગની દુકાન અને સલૂન ખુલ્લુ હતુ. કૉમ્પ્યુટર રિપેરિંગની દુકાનમાં 13 લોકો હતા, જ્યારે સલૂનમાં ત્રણ લોકો હાજર હતા.



ઘટના બાદ સાત લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. જ્યારે સાત લોકોને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. બે લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે લગભગ ત્રણ કલાકમાં અંદરથી બહાર કાઢ્યા હતા, તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોનો ઇલાજ લીલાવતી અને વીએન દેસાઇ હૉસ્પીટલમાં ચાલી રહ્યો છે.