નવી દિલ્હી: ગુજરાતમાં 1984 બેચના IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે અતિ મહત્વૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાને બીએસફના ડીજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ કમિટીએ સરકારની નિમણૂંકને મંજૂરી આપી હતી.
રાકેશ અસ્થાના હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નવા ડીજી તરીકે પદભાર સંભાળશે. આ અગાઉ રાકેશ અસ્થાના સીબીઆઈમાં મહત્ત્વપૂર્ણ પદ પર કામ કર્યું હતું.
આઈપીએસ રાકેશ અસ્થાના હાલમાં સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડીજી બ્યૂરો તરીકે કામ કરી રહ્યા હતા. બીએસએફના ડીજી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાકેશ અસ્થાના વર્ષ 2021 સુધી પદ પર રહેશે. જોકે બીએસએફની સાથે સાથે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડીજી તરીકેનો અધિક ચાર્જ પણ સંભાળશે.
ગુજરાત કેડરના કયા IPS અધિકારીને સોંપાઈ મોટી જવાબદારી? BSFના DG તરીકે કરાઈ નિમણૂંક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 08:02 AM (IST)
1984 બેચના IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે અતિ મહત્વૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાને બીએસફના ડીજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -