નવી દિલ્લી: બુલંદશહેર રેપ કેસની સૂનવણી દરમિયા સોમવારે સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આજમ ખાનને ફટકાર લગાવી છે. જો કે આજમ ખાને બુલંદશહેરમાં થયેલા ગેંગરેપની ઘટનાને કાવતરું ગણાવીને રાજનૈતિક ગણાવ્યું હતું. જેના પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને આઝમ ખાનને નોટિસ આપીને 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે હાલ આ મામલાની સીબીઆઈ તપાસ પર રોક લગાવી દીધી છે.


સુપ્રીમ કોર્ટે ફલી એસ નરીમનને કોર્ટના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે નોટિસ આપીને 4 સવાલોના જવાબ ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યા છે.

1. શું કોઈ સંવૈધાનિક પદ પર બેઠેલો વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપી શકે છે જેનાથી તેને કોઈ લેવા દેવા નથી અને તેનાથી પીડિતાને વ્યવસ્થા પર ભરોસો ઓછો થાય અને તેના મનમાં તપાસને લઈને શંકા પૈદા થાય.
2. શું રાજ્ય પ્રજાના સંરક્ષકને આ પ્રકારનું નિવેદન આપવાની મંજૂરી આપી શકે છે. જેનાથી નિષ્પક્ષ તપાસને લઈને શંકા પૈદા થાય?
3. શું આ પ્રકારનું નિવેદન અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર આવે છે?
4. શું આ પ્રકારનું નિવેદન જે પોતાના બચાવમાં ન હોય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષમાં આવતું હોય?