નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી મહેશ શર્માએ રવિવારે ભારત આવેલા પર્યટકોને સ્કર્ટ ન પહેરવા સલાહ આપી છે. સાથે નાના શહેરોમાં રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપી છે.
એક અંગ્રેજી અખબાર પ્રમાણે, આગરામાં આવનાર પર્યટકોની સુરક્ષા બાબતે સવાલ પુછતા એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ શર્માએ કહ્યું કે પર્યટકોને એયરપોર્ટ આવ્યા પછી એક કિટ આપવામાં આવી રહી છે. તેમાં એક કાર્ડ છે, જેમાં શું કરવું અને શું ન કરવુ તે વિષયે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રીના સમયે નાના શહેરોમાં એકલા ન ફરો, સ્ફર્ટ ન પહેરો અને પોતાની સુરક્ષા માટે જે ગાડીમાં ફરી રહ્યા હોય તે ગાડીનો નંબર કોઈ મિત્રને મોકલી દો.
મામલાનો વિવાદ વધ્યા પછી મહેશ શર્માએ આ બાબત પર પોતાનું મતવ્ય આપ્યું હતું. તેમને કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં સામાજિક અને ધાર્મિક દ્દષ્ટિએ દરેક લોકોને ધ્યાન રાખવાની જરૂર છે. જેવી રીતે કોઈ ગુરુદ્ધારામાં જાય છે તો માથા પર કપડું બાંધીને જાય છે. એ સંદર્ભમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનનો કોઈ શું કપડાં પહેરે છે કે નહીં તેના સાથે કોઈ સંબંધ નથી.