નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં વીતેલા દિવસોમાં હાઈવે પર માં-પુત્રીની સાથે થયેલો સામૂહિક બળાત્કારનો મામલો શનિવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. ગેંગરેપનો શિકાર બનેલી સગીર પીડિતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે આ મામલામાં યૂપીના મંત્રી આઝમ ખાનની અભદ્ર ટિપ્પણીના લીધે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. સગીર પીડિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પાંચ માંગો રાખી છે.

જાણકારી પ્રમાણે, આ મહીનાની શરૂઆતમાં બીજેપી નેતાઓનો એક સમૂહ ગાજિયાબાદમાં પીડિત યુવતી અને તેના પરિવારને મળવા ગયો હતો. જેના પછી રાજ્યના મંત્રી અને વરિષ્ઠ સપા નેતા આજમ ખાને આ ઘટનાને વિપક્ષનું કાવતરૂ હોવાની વાત કરી હતી. આઝમ ખાને એ પણ કહ્યું હતું કે, આપણે આ ઘટનાની તપાસ કરાવવી જોઈએ, આ ઘટના સરકારને બદનામ કરવા માટે વિરોધીઓનું કાવતરૂ તો નથી રચ્યું.

ગેંગરેપનો શિકાર સગીરે શીર્ષ કોર્ટથી એ પણ અપીલ કરી હતી કે, કેસની તપાસ અને સૂનવણીને દિલ્લી ટ્રાન્સફર કરવામાં આવે. પીડિતાએ કહ્યું કે, હું અને મારો પરિવાર નોયડામાં રહે છે. જેથી આ કેસને દિલ્લીને ખસેડવામાં આવે.. પીડિતાએ એવી માંગ પણ કરી છે કે ઘટનાની તપાસ કોર્ટની નજર સામે કરવામાં આવે. પીડિતાએ પોતાનું એડમિશન દિલ્લીની સ્કુલમાં કરાવવાનું અને સુરક્ષા આપવાની પણ અપીલ કરી છે. તેની સિવાય તેને પોતાના પરિવારને પુનવસન કરાવવાની વાત પણ કોર્ટની સામે રાખી છે.