નવી દિલ્લી: બુલંદ શહેરમાં હાઈવે પર માં-પુત્રી સાથે ગેંગરેપના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ બુધવારે રાજેબાબૂ પાર્કમાં ઘરણાં કર્યા. આ ઘરણાંમાં ભાજપા ઉપાધ્યક્ષ અને થાનાભવનના ધારાસભ્ય સુરેશ રાણા પણ પહોંચ્યા હતા. ભાજપા નેતાઓએ આરોપ લગાવ્યો કે સપા સરકારમાં રાજ્યમાં કાયદાની સ્થિતિ કથળી ગઈ છે. લોકોને ઘરની બહાર નિકળવામાં ડર લાગે છે. હાઈવે પણ સુરક્ષિત નથી. જેથી જાહેરાત કરવામાં આવી છે કે વધતા ગુનાઓ પર અંકુશ લગાવવામાં ન આવ્યું તો ભાજપા આનાથી પણ મોટું આંદોલન કરશે.
હાઈવે ગેંગરેપની પીડિતા માં-પુત્રીએ બુધવારે કોર્ટમાં કલમ 164 પ્રમાણે પોતાનું નિવેદન નોંધાયું હતું. તે વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બપોરે 12 વાગે ભારે સુરક્ષા વચ્ચે માં-પુત્રી કોર્ટ પરિસરમાં પહોંચી હતી. તેમના નિવેદન માટે તેમને સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નિવેદન નોંધાયા પછી સુરક્ષાની વચ્ચે માં-પુત્રીને નોયડા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા.
હાઈવે પર હેવાનોની જેલમાં મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. જેલના બેરકમાં અન્ય કેદીઓએ સલીમ બાવરિયા અને તેના સાથીઓને માર્યા હતા. જો કે જેલના સત્તાધીશ વિજય વિક્રમ સિંહે આ ઘટનાનો ઈનકાર કર્યો છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે સગીર પર કરેલા બળાત્કાર અને ક્રૂરતાના કારણે બેરકમાં બંધ કેદીઓ ગુસ્સામાં હતા.