કોલકાતાઃ બુધવારે કોલકાતામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં બપોરે અચાનક નોટોનો વરસાદ થવા લાગ્યો. બિલ્ડિંગના બારીમાંથી 500 અને 2000 રૂપિયાની નોટો નીચે પડવા લાગી. આ જોઈને રાહદારી અને આસપાસના લોકો હેરાન રહી ગયા હતા. બપોરે અંદાજે 2.40 વાગ્યા હા. માટે તે સમયે ઘણી ચહલ પહલ હતી. નોટોનો વરસાદ થઈ રહ્યો હતો અને લોકો અને સુરક્ષાકર્મચારી નોટો ઉપાડવામાં લાગી ગયા હતા.


આ સમાચાર જેવા પોલીસને મળ્યા કે તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ. હેયર સ્ટ્રીત પોલીસે બિલ્ડિંગની બહાર જમા થયેલ ભીડને ઘટનાસ્થળેથી હટાવી. મધ્ય કોલકાતાના 27 નંબર બેન્ટિંગ સ્ટ્રીટમાં પોલીસને ઘટના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે બિલ્ડિંગના છઠ્ઠા માળે 601 નંબરના રૂમમાં હોક મર્કેન્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીની ઓફીસ છે. બપોરે 2.40 કલાકે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓ રેડ કરવા પહોંચ્યા હતા.

જ્યારે કંપનીને રેડની જાણકારી મળી તો વેપારીઓ ગભરાઈ ગયા અને આ ગભરાહટમાં જ તેમણે નોટો બિલ્ડિંની બહાર ફેંકવાનું શરૂ કરી દીધું. ઓફિસની અંદર શૌચાલયની બારીમાંથી આઠથી 10 લાખ રૂપિયાની નોટો ફેંકવામાં આવી. જેમાં 500 અને 2000 રૂપિયાની નોટોના બંડલ સામેલ હતા. તેમાં ડીઆરઆઈ તરફતી કુલ 3.74 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની નોટોની જાણકારી મળી શકી ન હતી.