નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ફરી એકવાર હવા પ્રદુષણ ઘાતક સ્તરે પહોંચ્યુ છે. ફરી એકવાર દિલ્હીવાસીઓ ઝેરી હવા શ્વાસમાં લઇ રહ્યાં છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે AQI 400ને પાર પહોંચ્યો છે.

AQI 400ને પાર પહોંચ્યો છે જે એક ખતરનાક શ્રેણીમાં આવે છે. દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 409, બવાનામાં 406, વિવેક વિહારમાં 391 અને રોહિણીમાં 413 રેકોર્ડ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર ઓછુ થઇ ગયુ હતુ, પણ હવે ફરી એકવાર દિલ્હીવાસીઓને ઝેરીલી હાવાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદુષણ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે.


સેન્ટ્રલ પૉલ્યૂશન કન્ટ્રૉલ બોર્ડ (CPCB) અનુસાર લોધી રૉડ પર પીએમ 2.5 સ્તર 297 (ખરાબ સ્તર) અને જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ પર 346 (બહુજ ખરાબ સ્તર) નોંધવામાં આવ્યુ છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, ગુણવત્તા સૂચકાંકને ખાસ રીતે માપવામાં આવે છે. એક્યૂઆઇ 0-50ની વચ્ચે સારો 51-100 ની વચ્ચે સંતોષકારક, 101-200 ની વચ્ચે મધ્યમ, 201-300 ની વચ્ચે ખરાબ, 301-400 ની વચ્ચે અત્યંત ખરાબ, 401-500 ની વચ્ચે ગંભીર અને 500 ને પાર થાય તો એકદમ ગંભીર માનવામાં આવે છે.