રાજસ્થાનના સીકરમાં ભયંકર બસ અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. આ અકસ્માત લક્ષ્મણગઢ પાસે થયો હતો. આ ભયંકર બસ અકસ્માતમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા મુસાફરોની હાલત નાજુક છે. ઘાયલોને લક્ષ્મણગઢ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મણગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના લક્ષ્મણગઢમાં બપોરે 2:00 વાગ્યે બની હતી, જ્યારે સાલાસરથી આવતી એક ખાનગી બસે કાબૂ ગુમાવ્યો હતો અને પૂલ સાથે અથડાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે, જેમને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, "સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં બસ દુર્ઘટનામાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી ઊંડી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે." મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું કોઈ નક્કર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, પોલીસ તેના કારણોની તપાસ કરી રહી છે. પૂલની નજીક હાજર પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે બસ અચાનક ચાલવા લાગી અને થોડી જ વારમાં બસ પુલની દિવાલ સાથે અથડાઈ. જેના કારણે બસનો આગળનો ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માત બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત જ પોલીસને આ મામલાની જાણ કરી હતી અને ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આ ભયંકર બસ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકોની હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેરળમાં એક મંદિરના કાર્યક્રમમાં આતશબાજી દરમિયાન 150 લોકો ઇજાગ્રસ્ત, આઠ લોકો ગંભીર