કેરળના કાસરગોડથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ ટેમ્પલ ફેસ્ટિવલ દરમિયાન અહીં ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે. સોમવારે મોડી રાત્રે નિલેશ્વરમ નજીકના એક મંદિરમાં આ કરુણ દુર્ઘટના સર્જાઇ હતી






દુર્ઘટના બાદ તરત જ ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. પોલીસને શંકા છે કે વીરકાવુ મંદિર પાસેના સ્ટોરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. તેમાં અચાનક આગ લાગી હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કાર્ય ચાલુ છે.


પોલીસે શું કહ્યું?


પોલીસે જણાવ્યું હતું કે અંજુતામ્બલમ વીરારકાવુ મંદિરમાં વાર્ષિક કલિયાટ્ટમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને એક સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક સ્ટોરેજમાં મોટો ધડાકો થયો હતો. ત્યાં એક પછી એક બધા ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જેના કારણે સ્ટોરેજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા. ભીડમાં રહેલા લોકો આ આગનો વીડિયો બનાવવા લાગ્યા. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં 150થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી હાલમા આઠની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


Diwali 2024: મુંબઈમાં આટલા વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, BMCએ ગાઈડલાઈન જાહેર કરી