અમદાવાદઃ બગોદરા ધોળકા હાઇવે પર ગઇ કાલે ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં કુલ્લુથી આવી રહેલી એક પ્રાઈવેટ બસ બિંદ્રાવણી પાસે બ્યાસ નદીમાં ખાબકી જતા 18 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 28 જેટલા લોકો ઘાયલ થયા છે.  હિમાચલ, હરિયાણા, ગુજરાત, અન મુંબઇ સહિત સમગ્ર દેશમાં અકસ્માતમાં કુલ 44 લોકોના મોત થયાનો અહેવાલ છે.


જાણાવા મળતી માહિતી મુજબ શનિવારે મંડીથી મવાલી જઇ રહેલી બસ બાઇચક ચાલકને બચાવવા જતા ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવી દિધો હતો. ત્યાર બાદ બસ નદીમાં ખાબકી હતી. બસમાં 50 લોકો સવાર હતા જેમાથી 18 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

આ અંગે હિમાચલ પ્રદેશના પરિવહનમંત્રી જી.એસ બાલીએ જણાવ્યું હતું કે, 28 ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે બાલીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂપિયા5 લાખવળતર ચુકવવાની જાહેરાત કરી છે.