નવી દિલ્હીઃ દિલ્હીથી બિહારના મધુબની જઈ રહેલી પ્રવાસી બસ મધરાતે આગરા લખનઉ એક્સપ્રેસ વે પર પલટી ગઈ હતી. આ બસમાં 45 મુસાફરો સવાર હતા. દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ઈટાવાના એસએસપી આકાશ તોમરના કહેવા મુજબ, બસ દિલ્હીથી મધુબની જઈ રહી હતી. મધરાતનો સમય હોવાના કારણે મોટાભાગના લોકો ઉઁઘતા હતા. આગરા લખનઉ એક્સપ્રેસ વે પર બસ સ્પીડમાં જતી હતી ત્યારે ડ્રાયવરે કાબુ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હતી. બસનો નંબર UP 82 T 7520 છે.



પોલીસના કહેવા મુજબ, બસમાં 45 મુસાફરો સવાર હતા. જેમાંથી 30 ઘાયલ થયા છે. તેમને સૈફઈની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ 14 ઘાયલનો ડિસ્ચાર્જ કરી દીધા છે. જ્યારે 16 મુસાફરોની સારવાર ચાલી રહી છે.