By Election Result 2022: એક તરફ જ્યાં હિમાચલ પ્રદેશ, ગુજરાત અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને દરેક રાજકીય પક્ષો આ ચૂંટણીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે મતગણતરી થશે. ભાજપ, કોંગ્રેસ, સપા અને અન્ય ઘણા રાજકીય પક્ષોની નજર આ ચૂંટણી પરિણામો પર હશે. આ પરિણામો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર અસર કરશે કે કેમ તે તો સમય જ કહેશે પરંતુ તેના પરિણામ પરથી દરેક પક્ષ ચોક્કસપણે તેના ભવિષ્યનું મૂલ્યાંકન કરી શકશે.






પેટાચૂંટણી ક્યાં યોજાઈ?


નોંધનીય છે કે ચૂંટણી પંચના આદેશ અનુસાર 3 નવેમ્બર 2022ના રોજ 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની 2 અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ઓડિશાની એક-એક સીટનો સમાવેશ થાય છે. અલગ-અલગ કારણોસર આ બેઠકો ખાલી પડી હતી તેથી અહીં પેટાચૂંટણી યોજવી પડી હતી. બિહારની વાત કરીએ તો અહીં મોકામા અને ગોપાલગંજ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં અંધેરી પૂર્વ બેઠક, ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠક, હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, તેલંગાણાની મુનુગોડે બેઠક અને ઓડિશાની ધામનગર બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.


આ રીતે જોઇ શકશો પરિણામ


-ચૂંટણી પરિણામો જોવા માટે તમે ભારતીય ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ eci.gov.in પર જાવ.


-અહીં રિઝલ્ટના સેક્શન પર ક્લિક કરો.


-હવે જે ઇલેક્શનનું પરિણામ જોવું હોય તે પરિણામ જોવો.


-આ પછી તમારે વિધાનસભા સીટ પસંદ કરવાની રહેશે.


Gujarat Assembly Election 2022: 'લેખિતમાં આપી રહ્યો છુ, ગુજરાતમાં 5 બેઠકો પણ નહી જીતે કૉંગ્રેસ',કેજરીવાલની ભવિષ્યવાણી


Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોની નિવેદનબાજીએ તાપમાન વધાર્યું છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ઉપરાંત હવે આગાહીઓ પણ થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે હું લેખિતમાં આપી રહ્યો છું,  આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં.