નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા અને ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની શુક્રવારે મતગણતરી કરાઇ હતી. હમીરપુર બેઠક પર ભાજપના યુવરાજ સિંહને જીત મળી છે. પાલા બેઠક પર લેફ્ટ સત્તાધારી એલડીએફના મણી સી કપ્પને યુડીએફના જોસ ટોમ પુલ્લીક્કુનેલને હરાવ્યા હતા. બાઘરઘાટ બેઠક પરથી ભાજપના મિની મજૂમદારનો વિજય થયો હતો. જ્યારે દંતેવાડામાં કોગ્રેસ ઉમેદવાર દેવતી કર્માએ ભાજપના ઉમેદવારને હાર આપી હતી. જેવતી કર્મા દિવંગત કોગ્રેસ નેતા મહેન્દ્ર કર્માની પત્ની છે. તેમણે ભાજપના ઉમેદવાર ઓજસ્વી મંડાવીને હાર આપી હતી. તેજસ્વી ભીમા મંડાવીની પત્ની છે. જેમની નક્સલીઓએ એપ્રિલમાં હત્યા કરી દીધી હતી.
ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિની મજૂમદારે સીપીઆઇ (એમ)ના ઉમેદવાર બુલ્ટી બિશ્વાસને 5276 મતથી હરાવ્યા હતા. અહી 79.29 ટકા મતદાન થયુ હતું. એપ્રિલમાં ધારાસભ્ય દિલીપ સરકારના મોત બાદ આ બેઠક ખાલી થઇ હતી.
ભાજપે ઉત્તર પ્રદેશની હમીરપુર બેઠક જીતી લીધી છે. આ બેઠક ભાજપના એમએલએ અશોક કુમાર ચંદેલના એક હત્યાકેસમાં દોષિત ઠેરવ્યા બાદ ખાલી થઇ હતી. ભાજપના ઉમેદવાર યુવરાજ સિંહે સપાના ઉમેદવાર મનોજ પ્રજાપતિને 17771 મતથી હરાવ્યા હતા.
નોંધનીય છે કે હમીરપુર વિધાનસભા બેઠક પ 23 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં 51 ટકા મતદાન થયુ હતું. જ્યારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં 60.1 ટકા મતદાન થયુ હતું. 23 સપ્ટેમ્બરના રોજ આ ચાર બેઠક પર પેટાચૂંટણી થઇ હતી. સપાના ઉમેદવાર 56397 મત મળ્યા જ્યારે બીએસપી ઉમેદવારને 28749 મત મળ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે યુવરાજ સિંહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.
વિધાનસભા પેટાચૂંટણીઃ UPની હમીરપુરમાં ભાજપ તો કેરલમાં LDFનો વિજય
abpasmita.in
Updated at:
27 Sep 2019 08:30 PM (IST)
ઉત્તર પ્રદેશના હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા અને ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની શુક્રવારે મતગણતરી કરાઇ હ
- - - - - - - - - Advertisement - - - - - - - - -