નવીદિલ્હી: ભારતીય વાયુસેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભુટાનમાં ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં  સવાર 2 પાયલોટના મોત થયા છે. સૂત્રોની જાણકારી અનુસાર આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા પાઇલોટ એક કર્નલ રેન્કના અધિકારી પણ સામેલ હતા. શુક્રવારે બપોરે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  પૂર્વી ભૂટાનના યુન્ફુલા ડોમેસ્ટિક એરપોર્ટ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.


ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે ભૂટાનના યોંગફુલ્લા નજીક બપોરે 1 વાગ્યે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે બપોરે 1 વાગ્યા બાદ રેડિયો અને વિઝ્યુઅલ સંપર્ક ગુમાવ્યો હતો.

ભારતીય સૈન્યના એક સૂત્રએ જણાવ્યું કે મૃતક પાઇલટ્સમાં રોયલ ભૂટાન આર્મીનો કેપ્ટન અને આર્મી એવિએશન કોર્પ્સના લેફ્ટનન્ટ કર્નલનો સમાવેશ થાય છે.