છત્તીસગઢની 88 દંતેવાડા (એસટી), કેરળની 93 પાલા, ત્રિપુરાની 14-બાધરઘાટ (એસસી) અને ઉત્તરપ્રદેશની 228-હમીરપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. 27 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ઉમેદવારો પાસે 4 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર છે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અશોક ચંદેલનું સભ્યપદ ખતમ થયા બાદ આ સીટ ખાલી છે. ચૂંટણી પંચની માહિતી મુજબ 19 એપ્રિલ, 2019થી હમીરપુર સીટ ખાલી માનવામાં આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નકસલીઓ દ્વારા ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા બાદ આ સીટ ખાલી પડી હતી.
અરૂણ જેટલી પંચતત્વમાં થયા વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ
જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ