Assembly By-Elections: ચૂંટણી પંચે ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે 23 જૂને મતદાન થશે જ્યારે 26મી જૂને મતગણતરી થશે. ચૂંટણી પંચે પંજાબમાં સંગરુર, ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. સંગરુર બેઠક ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી.






આઝમ ખાને લોકસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ રામપુર બેઠક ખાલી પડી હતી. અખિલેશ યાદવ આઝમગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું.


બીજી તરફ ત્રિપુરાની અગરતલા, ટાઉન બોરડોવાલી, સુરમા અને જુબરાજનગર વિધાનસભા બેઠકો પર 23 જૂને મતદાન થશે. આ ઉપરાંત દિલ્હીની રાજેન્દ્ર નગર, ઝારખંડની મંદારી અને આંધ્રપ્રદેશની આત્મકુર વિધાનસભા માટે પણ મતદાન થશે. રાજેન્દ્ર નગર બેઠક રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ ખાલી પડી હતી. રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ચઢ્ઢાએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી


Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના


Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે


Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત