નારિકતા કાયદાના વિરોધમાં બિહારના દરભંગામાં ડાબેરીઓએ પ્રદર્શન કર્યું હતું અને બિહાર બંધ પાળ્યું હતું. પટનામાં એઆઈએસએફના કાર્યકર્તાઓએ રેલેવ સ્ટેશન પર ટ્રેન રોકી પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. લખનઉમાં હિંસક પ્રદર્શનના કારણે લખનઉ યુનિવર્સિટીની શુક્રવારે લેવાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને જોતા ખુણે ખુણાએ પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દિલ્હીમાં 1200થી વધુ પ્રદર્શનકારીઓની આજે અટકાયત કરવામાં આવી હતી. પેરામિલિટ્રી ફોર્સિસના 52 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દિલ્હીમાં ડીએમઆરસીના કુલ 14 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે. જો કે આ સ્ટેશનો પરથી તમામ મેટ્રો પસાર થતી રહેશે
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, સરકાર પાસે કૉલેજ, ફોન અને ઇન્ટરનેટ બંધ કરવાનો અધિકાર નથી. ધારા 144 લાગુ કરીને દેશના અવાજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ભારતની આત્માનું અપમાન કરવા સમાન છે.
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા કર્ણાટકના મેંગલુરુમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે, તે સિવાય સમગ્ર કર્ણાટકમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.
અમદાવાદના શાહઆલમમાં પણ તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના પથ્થરમારાના કારણે સાતથી આઠ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.