પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ગુરુવારે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “ખુશવંત સિંહે પહેલા જ આ વાત કહી હતી કે ભારત કેવી રીતે આગળ ચાલીને વંશીય ભેદભાવ કરી શકે છે.” જણાવીએ કે આ પહેલા પણ ઇમરાન ખાન અને પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ભારતના નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ નિવેદનબાજી કરી ચૂક્યા છે.
ખુશવંત સિંહનું પુસ્તક ‘The End Of India’નો જે ભાગ ઇમરાન ખાને ટ્વીટ કર્યો છે, એ જ ભાગ ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જેના કારણે વિવાદ પણ થયો હતો.
સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, ‘મહેરબાની, સનાને આ વિવાદથી દૂર રાખો. આ પોસ્ટ યોગ્ય નથી. રાજનીતિ વિશે જાણવા માટે તે હજુ ઘણી નાની છે.’સના દ્વારા શેર કરવામાં આવેલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.