Cabinet Decisions: દિલ્હીમાં આજે કેન્દ્રિય કેબિનેટની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં લેવાયેલા મહત્વના નિર્ણય અંગે આજે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. આજની કેબિનેટમાં દેશમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતા ક્રૂડ ઓઈલના વેચાણ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણને નિયંત્રણમુક્ત કરવાની મંજૂરી આપી છે. આ નવો ફેરફાર ઓક્ટોમ્બર 2022થી લાગુ કરવામાં આવશે. હવે કંપનીઓ તેમનું ક્રૂડ ઓઈલ સરકારી કંપનીઓ સાથે સ્થાનિક બજારમાં કોઈપણ ખાનગી કંપનીને તેવેચી શકશે.
એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશેઃ
આ સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓ (PACS)ના કોમ્પ્યુટરાઈઝેશનને મંજૂરી આપી છે. રૂ. 2,516 કરોડના બજેટ સાથે 63,000 ક્રેડિટ સોસાયટીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવશે. આ ફેરફાર દ્વારા સોસાયટીઓની કામગીરીમાં સુધારો થશે અને પારદર્શિતા આવશે.
આ પણ વાંચોઃ