નવી દિલ્લી: ઉરી હુમલા પછી મોદી સરકાર સતત વિચારી રહી છે. એકબાજુ સરકાર પાકિસ્તાનને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી બાજુ કાશ્મીરમાં શાંતિ માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હવે કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પાકિસ્તાન અને કાશ્મીરને લઈને મોટી બેઠક બોલાવી છે.
મોદીએ કેબિનેટ મીટિંગ પહેલા સીસીએસની બેઠક બોલાવી છે જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ દેશની સુરક્ષા અને કાશ્મીરની હાલની સ્થિતિ પર વડાપ્રધાનને રિપોર્ટ સોંપશે. સીસીએસની બેઠકમાં રક્ષા મંત્રાલય પણ પોતાનો રિપોર્ટ સોંપશે. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ LoC પર સુરક્ષાની શું સ્થિતિ છે અને સેનાની ડિપ્લૉયમેંટ કેવી છે. જેવા મુદ્દાઓ ઉપર રક્ષા મંત્રાલય તેની જાણકારી વડાપ્રધાનને આપશે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારત પાછા ફર્યા પછી સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિની વિસ્તૃત બેઠક હશે, જેમાં પાકિસ્તાન વિશે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.