બુધવારે PM નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, સરોગેસી બીલ પર ચર્ચા થાય તેવી શક્યતા
abpasmita.in
Updated at:
23 Aug 2016 02:53 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેંદ્રીય કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં સરોગેસી બિલ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. સાથે જ આ બિલને કેબિનેટની મંજૂરી પણ મળી શકે છે. સરોગેસી બિલમાં સરોગેસીની પ્રક્રિયાને પાર્દર્શી અને કાયદાકીય બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આ બિલ અંગે વિવાદાસ્પદ જોગવાઈ એ રહી છે કે, વિદેશી લોકોને સરોગેસીની મદદથી ભારતમાં બાળકો પેદા કરવાનો અધિકાર મળે કે નહીં. જો કે, સુત્રોના મતે આ મંજૂરી મળે તેવી શક્યતા ઓછી છે. અને તે માટે પતિ-પત્ની બંનેમાંથી કોઈ પણ એક ભારતીય મુળનો હોવો જરૂરી છે. તો કેબિનેટની બેઠક બાદ વિદેશમંત્રી સુષમા સ્વરાજ પહેલી વખત બ્રિફીંગ કરશે. આ બેઠક બુધવારે સવારે સાડા દસ કલાકે સાઉથ બ્લોકમાં યોજાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -