નવી દિલ્લીઃ ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે કે જેમાં ભાજપ મુખ્ય પક્ષ છે.  આ સરકારમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મોદી સહિત કેબિનેટ કક્ષાના 25, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના 9 અને રાજ્ય કક્ષાના 24 પ્રધાનો મળીને કુલ 58 પ્રધાનો છે.

મોદી સરકારનું પ્રધાનમંડળ કેબિનેટ, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના અને રાજ્ય કક્ષાના પ્રધાનો એમ ત્રિ સ્તરીય છે. આ પ્રધાનમંડળમા કોની પાસે ક્યું ખાતું છે તેની વિગતો નીચે પ્રમાણે છે.

નરેન્દ્ર મોદીઃ  વડાપ્રધાન ઉપરાંત  કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન; પરમાણુ ઊર્જા વિભાગ; અંતરિક્ષ વિભાગ; તમામ મહત્ત્વપૂર્ણ નિતીગત બાબતો;  કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ ખાતાઓ.

રાજનાથ સિંહઃ  સંરક્ષણ

અમિત શાહઃ ગૃહ

નીતિન જયરામ ગડકરીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ

ડી. વી. સદાનંદ ગૌડાઃ રસાયણ અને ખાતર

રામવિલાસ પાસવાનઃ ગ્રાહક સુરક્ષા, ખાદ્યાન્ન, જાહેર વિતરણ

નરેન્દ્ર સિંહ તોમરઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ; ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ



રવિ શંકર પ્રસાદઃ કાયદા અને ન્યાય, ટેલીકોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી

હરસિમરત કૌર બાદલઃ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી

થાવરચંદ ગેહલોતઃ સામાજિક ન્યાય અને સશક્તીકરણ

ડૉ. સુબ્રમણ્યમ જયશંકરઃ વિદેશ

રમેશ પોખરિયાલ ‘નિશંક’: શિક્ષણ

અર્જુન મુંડાઃ આદિવાસી બાબતો

ડૉ. હર્ષ વર્ધનઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સાયન્સ અને ટેકનોલોજી,  ભૂ-વિજ્ઞાન

પ્રકાશ જાવડેકરઃ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, માહિતી અને પ્રસારણ, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ

પિયૂષ ગોયલઃ રેલવે , વાણિજ્ય અને ઉદ્યોગ

ધર્મેન્દ્ર પ્રધાનઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, સ્ટીલ

મુખ્તાર અબ્બાસ નકવીઃ લઘુમતી બાબતો

પ્રહલાદ જોશીઃ ખાણ

ડૉ. મહેન્દ્રનાથ પાંડેઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા

ગિરિરાજ સિંહઃ પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર

ગજેન્દ્રસિંહ શેખાવતઃ જળ શક્તિ

રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વંતત્ર હવાલો)

સંતોષ કુમાર ગંગવારઃ શ્રમ અને રોજગાર

રાવ ઇન્દરજિત સિંહઃ સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ , આયોજન

શ્રીપદ યેસ્સો નાઇકઃ આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) અને સંરક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

ડૉ. જિતેન્દ્ર સિંહઃ પૂર્વોત્તર વિસ્તાર વિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય , કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ વિભાગમાં રાજ્ય મંત્રી



કિરેન રિજિજુઃ યુવા બાબતો અને રમતગમત (સ્વતંત્ર હવાલો) , લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી

પ્રહલાદ સિંહ પટેલઃ સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન

રાજકુમાર સિંહઃ ઊર્જા, રીન્યુએબલ એનર્જી, (સ્વતંત્ર હવાલો); કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી

હરદીપ સિંઘ પુરીઃ આવાસ અને શહેરી બાબતો, નાગરિક ઉડ્ડયન (સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને
ઉદ્યોગનાં રાજ્ય મંત્રી

મનસુખ એલ. માંડવિયાઃ શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી

રાજ્ય કક્ષાના મંત્રીઓ

ફગ્ગનસિંહ કુલસ્તેઃ સ્ટીલ

અશ્વિની કુમાર ચૌબેઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ

અર્જુન રામ મેઘવાલઃ સંસદીય બાબતો,  ભારે ઉદ્યોગો તથા જાહેર સાહસો

જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ

કૃષ્ણ પાલઃ સામાજિક ન્યાય અને સશક્તિકરણ

દાણવે રાવસાહેબ દાદારાવઃ ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલય

જી. કિશન રેડ્ડીઃ ગૃહ



પરષોત્તમ રુપાલાઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ

રામદાસ આઠવલેઃ સામાજિક ન્યાય અને સશક્તીકરણ

સાધવી નિરંજન જ્યોતિઃ ગ્રામીણ વિકાસ

બાબુલ સુપ્રિયોઃ પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન

સંજીવ કુમાર બાલ્યાનઃ પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્યપાલન

ધોત્રે સંજય શામરાવઃ શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ તથા આઈ.ટી.

અનુરાગ સિંહ ઠાકુરઃ નાણાં, કોર્પોરેટ બાબતો

અંગદી સુરેશ ચન્ના બસપ્પાઃરેલવે

નિત્યાનંદ રાયઃ ગૃહ

રતનલાલ કટારિયાઃ જળ શક્તિ, સામાજિક ન્યાય તથા સશક્તીકરણ

વી. મુરલીધરનઃ વિદેશ,   સંસદીય બાબતો

શ્રીમતી રેણુકા સિંહ સરુટાઃ લઘુમતી બાબતો

સોમ પ્રકાશઃ વાણિજ્ય અને ઉદ્યોગ

રામેશ્વર તેલીઃ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી

પ્રતાપ ચંદ્ર સારંગીઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્યપાલન

કૈલાશ ચૌધરીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ

દેવશ્રી ચૌધરીઃ મહિલા અને બાળ વિકાસ