કેજરીવાલે કહ્યું, થોડા દિવસોથી નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો હોસ્પિટલથી ઠીક થઈને ઘરે જાય છે. કોરોના નેગેટિવ થઈ જાય છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. ઓક્સિજનનું લેવલ ઘટેલું જણાય છે. આવા કેટલાક દર્દીના મોત પણ થયા છે.
આપણા હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન પણ કોરોનાથી ઠીક થઈને ઘરે આવ્યા હતા પરંતુ ઘણા સંપૂર્ણ ઠીક થવામાં ઘણા દિવસો લાગી ગયા હતા. સરકારે ફેંસલો લીધો છે કે જે લોકો હોસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે આવે તેમને ઓક્સીમીટર કેટલાક દિવસ સુધી આપવામાં આવશે. જો ઓક્સીમીટર પર તેમનામાં ઓક્સીજનનું લેવલ ઓછું જણાય તો ઓક્સીજન કંસંટ્રેટર ઘરે જ ફ્રીમાં સારવાર આપશે.