નવી દિલ્હીઃ લડાકુ વિમાન બનાવતી ફ્રાન્સની કંપની દસો એવિએશન અને યૂરોપની મિસાઈલ બનાવતી કંપની એમબીડીએએ 36 રાફેલ જેટની ખરીદ સંબંધિત સોદાના ભાગ રૂપે ભારતે ટેક્નોલોજી ટ્રાન્સફરની પોતાની જવાબદારી હજુ સુધી પૂરી કરી નથી. કેગે બુધવારે બહાર પાડેલ એક રિપોર્ટમાં આ ખુલાસો થયો ચે.


ટેક્નોલોજી ટ્રાન્સફર ન કરી

કેગના સંસદમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં ભારતની ઓફસેટ નીતિના પ્રભાવળની ધુંધળી તસવીર રજૂ કરવામાં આવી. કેગે કહ્યું કે, તેને વિદેશી વેચાણકર્તાઓ તરફથી ભારતીય ઉદ્યોગને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો એક પણ કેસ મળ્યો નથી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રક્ષા ક્ષેત્ર એફડીઆઈ મેળવતા 63 ક્ષેત્રોમાંથી 62માં સ્થાન પર છે.

કેગે કહ્યું કે, ‘36 મધ્યમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) સંબંધિત ઓફસેટ કરારમાં વિક્રેતાઓ મેસર્સ દસો એવિએશન અને મેસર્સ એમબીડીએએ શરૂતામાં ડીઆરડીઓએને ટેક્નોલોજી ટ્રાન્સફર કરીને પોતાના ઓફસેટ જવાબદારીના 30 ટકા પૂરી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.’

કેગ તરફતી બહાર પાડવામાં આવેલ પ્રેક રિલીઝ અનુસાર, ֥ડીઆરડીઓ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન (કાવેરી)ને સ્વદેશી વિકાસમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માગે છે. અત્યાર સુધી વિક્રેતાઓએ આ ટેક્નોલોજી ટ્રાન્સફરની પુષ્ટિ કરી નથી.’

પાંચ રાફેલ જેટનો પ્રથમ જથ્થો 29 જુલાઈના રોજ ભારત પહોંચી ગયો છે. આ કુલ 36 વિમાન ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાના સોદા માટે એક સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યાના ચાર વર્ષ બાદ મળ્યા છે.