નવી દિલ્હીઃ કમ્ટ્રૉલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)એ મોટો ખુલાસો કર્યો છે, કેગે સંસદમાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે એપ્રિલ 2016માં ફ્રાન્સની સાથે રાફેલ જેટની ખરીદી પહેલા સરકારે રક્ષા ખરીદ નીતિમાં ફેરફાર કર્યો હતો. કેગે જણાવ્યુ કે રક્ષા ખરીદમાં આ ફેરફાર વર્ષ 2015માં પણ કરવામાં આવ્યો હતો અને 1લી એપ્રિલ 2016થી આ લાગુ થઇ ગયુ હતુ.


કેગે સંસદમાં શું કહ્યું?
કેગે સસદમાં જણાવ્યુ કે રક્ષા ખરીદ નીતિમાં ફેરફાર અનુસાર, વર્ષ 2016માં જ્યારે ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 રાફેલ ફાઇટર જેલની ડીલ થઇ, તો તેમાં ઓફસેટ પાર્ટનર જાહેર કરવાની અનિવાર્યતા ખતમ થઇ ગઇ હતી. આ ફેરફાર બાદ હવે સરકાર પાસેથી સરકાર, અંતર સરકાર અને એકલ વિક્રેતા પાસેથી રક્ષા ખરીદીમાં ઓફસેટ પૉલીસી લાગુ નહીં થાય.

રક્ષા ખરીદ નીતિમાં થયેલા ફેરફારનો શું અર્થ છે?
આ ફેરફાર બાદ હવે વિદેશી વેન્ડરને કૉન્ટ્રાક્ટ સાઇન કરતા સમયે પોતાના ઓફસેટ પાર્ટનર વિશે બતાવવુ જરૂરી નથી. કેગે કહ્યું કે, રાફેલ ડીલ સહિત વર્ષ 2015થી લઇને અત્યાર સુધી કેટલાય કેસોમાં ઓફસેટ પૉલીસીનુ પાલન નથી થયુ. કેગે એ પણ જણાવ્યુ કે ઓફસેટનો કરાર પુરો ના થવાથી પૉલીસીમાં આવો કોઇજ નિયમ નથી, જેમાં વિદેશી કંપની પર દંડ ફટકારવામાં આવી શકે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ