બ્લેક ફંગસ એવા લોકોમમાં વધુ ફેલાઇ રહ્યો છે. જેમની ઇમ્યુનિટી નબળી હોય. ડાયાબિટીશ, આર્થાટાઇટિસ, હાર્ટ સબંધિત બીમારી હોય. એવા લોકોમાં પણ બ્લેક ફંગસ થવાની શક્યતા છે કેને જેને કોઇ બીમારી માટે સ્ટીરોઇડ આપવામાં આવી હોય. 


એક્સપર્ટનો મત છે કે, બ્લેક ફંગસ એવા લોકોને પણ થઇ શકે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય, ઉપરાંત પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડીત હોય. આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબિટીશના દર્દીઓને વધુ રહે છે. જેનું બ્લડ શુગર લેવલ અનકન્ટ્રોલ રહેતું હોય.


બ્લેક ફંગસના મામલે વાત કરતા એમ્સના ડોક્ટર નિખિલ ટંડને કહ્યું કે, સ્વસ્થ લોકોએ બ્લેક ફંગસ મુદ્દે ચિંતા કરવાની જરૂર નથી આ બીમારી માત્ર એવા લોકોને જ તેની ઝપેટમાં લે છે,. જે પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડીત હોય અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય. 


દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 9 હજાર કેસ નોઘાયા છે. કેટલાક રાજ્યોમાં તો બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દેવાઇ છે.વ્હાઇટ અને બ્લેકની જેમ  યેલો ફંગસ એક ઘાતક બીમારી છે કારણ કે તે આંતરિક રીતે થાય છે. તેના લક્ષણોમાં સુસ્તી, ભુખ ઓછી લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટી જવું. જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ તે ઘાતક થતું જાય છે. ઘામાંથી પરું નીકળવું અને ઘા ધીમે ધીમે રૂજ આવે.


કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. વિશ્વભરમાં સૌથી વધારે કેસ દરરોજ ભારતમાં જ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા અને 2713 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 77420 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 34 હજાર 154 નવા કેસ સામે આવ્યા હતા અને 2887 લોકોના મોત થયા હતા.



આજે દેશમાં સતત 22માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 28 લાખ 75 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.75 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.