માના દૂધમાં બાળકને જીવનદાન આપતાં અનેક ગુણો હોય છે. બાળક માટે માનુ દૂધ અમૃત સમાન છે. જો કે કોવિડના સમય બ્રેસ્ટ ફિડિંગ પર સવાલ ઉઠી રહ્યાં છે.


કોરોનાની બીજી લહેરમાં લાખોની સંખ્યામાં રોજ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે દર 20 લોકોએ પાંચ લોકો પોઝિટિવ જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં ન્યુ બોર્ન બેબીની માતા પણ કોરોનાનો ભોગ બની રહી છે. આ સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન બાળકના આહારનો થાય છે. મા પોઝિટિવ આવતા 14 દિવસ સુધી બાળકને દૂધ કેવી રીતે પિવડાવી શકે? શું પોઝિટિવ માતા બાળકને ફિડિંગ કરાવી શકે?


 વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ મામલે એક ગાઇડલાઇન જાહેર કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્સપર્ટનું કહેવું છે કે, માના દૂધમાં અનેકગણા પોષક તત્વો હોય છે. જે બાળકને ઇમ્યૂન કરે છે અને સંક્રમણથી બચાવે છે. તો કોરોના પોઝિટિવ માતા પણ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. જો કે આ મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કેટલા સૂચનો પણ આપ્યાં છે.


જો માતા કોરોના પોઝિટિવ હોય, ક્વોન્ટાઇન હોય તો બાળકને પ્રત્યક્ષ નહી પરંતુ પરોક્ષ રીતે દૂધ આપી શકે છે. જો કે આ માટે કેટલાક નિયમોનું ચુસ્તાથી પાલન કરવું જરૂરી છે.


દૂધ પિવડાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન



  • સૌથી પહેલા હાથને સારી રીતે સાફ કરી લો

  • ગ્લવ્ઝ અને માસ્ક પહેર્યાં બાદ બ્રેસ્ટ પંપથી દૂધને એક બોટલમાં ભરી લો

  • ઘરના અન્ય સભ્યોએ આ બોટલને બહારથી સેનેટાઇઝ કરવી

  • ઘરના અન્ય સભ્યો આ રીતે બાળકને માનું દૂધ પિવડાવી શકે છે.

  • બ્રેસ્ટ ફિડીંગથી બાળક ઇમ્યૂન થશે


દૂધમાં પાણી, ફેટ, ખનીજ, આયરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, સોડિયમ,  વિટામીન એ અને ડી હોય છે. એકસ્પર્ટના મત મુજબ જે મહિલાને ડિલિવરી પહેલા કોરોના થયું હશે. તેમના દૂધથી બાળકને એન્ટીબોડી મળશે.  આ એન્ટીબોડી બાળકના ઇમ્યૂન રિસ્પોન્સને વધારે છે.