નવી દિલ્લી: શું એલર્જીવાળા લોકોને રસી લગાવી શકાય છે? આ મુદ્દે હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, ચિંતાની કોઇ વાત નથી. જો આપને ગંભીર એલર્જી હોય અને આપની દવા ચાલું હોય તેમ છતાં પણ આપને કોરોનાની વેક્સિન લેવી જોઇએ.
નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વિનોદ પોલનું કહે છે કે, “જો આપને એલર્જીની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની લીધા બાદ કોવિડની રસી લેવી જોઇએ. જો કે સામાન્ય એલર્જી જેવી કે, સામાન્ય શરદી, વ્વચા વગેરેનો સવાલ છે રસી લેવામાં સંકોચ ન કરવો જોઇએ”
એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ દવાનું સેવન રોકવું ન જોઇએ, રસી લીધાના પહેલા અને બાદ નિયમિત રીતે દવા લેતાં રહેવી જોઇએ.એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે, વેક્સિનેશનના કારણે ઉત્પન થતી એલર્જી માટે પણ બધા જ વેક્સિનેશનના કેન્દ્ર માટે વ્યવસ્થા કરાઇ છે”
શું વેક્સિન લીધા બાદ પર્યોપ્ત એન્ટીબોડી બને છે?
આ સવાલના જવાબ ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, “ આપણે રસીનું મુલ્યાકન માત્ર તેનાથી ઉત્પન થતી એન્ટીબોડી ન કરવું જોઇએ.રસી અનેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે. જેમકે એન્ટીબોડી, કોશિકા મધ્યસ્થ પ્રતિરક્ષા તેમજ સ્મૃતિ કોશિકાના માધ્યમથી (જે આપણા સંક્રમિત થયા બાદ વધુ એન્ટીબોડી ઉત્પન કરે છે) આ સિવાય અત્યાર સુધી જે પ્રભાવોત્પાદકતાના પરિણામ સામે આવ્યાં છે, તે પરિક્ષણ અધ્યન આધારિત છે. જયાં પ્રત્યેક પરીક્ષણનું અધ્યયનનું અધ્યયન કંઇક અલગ છે”
તેમણે કહ્યું કે, “અત્યાર સુધીમાં ઉપલબ્ધ આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, કોવેક્સિન હોય કે, કોવિશિલ્ડ, સ્પુતનિક, બધી જ વેક્સિનનની અસરકારકતા સામાન્ય રીતે એક સામાન જ છે. જેથી એવુ ન વિચારવું જોઇએ કે, આ જ વેક્સિન લેવી જોઇએ. જે પણ વેક્સિન આપના વિસ્તારમાં ઉપલબ્ધ છે. તે વહેલી તકે લઇ લેવી જોઇએ અને જાત અને પરિવારને કોવિડ સંક્રમણથી બચાવો”