Cardiovascular Disease: કેટલીક વખત હાર્ટ અટેક પહેલા મોંમાં કેટલાક ચોક્કસ લક્ષણો દેખાય છે. આ હાર્ટ અટેકના સંકેત પણ હોઇ શકે છે. તેને ઇગ્નોર કરવાથી જિંદગી પર જોખમ ઉભું થઇ શકે છે.
હાર્ટ અટેક, જેનેટિક ડિસઓર્ડર, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશરના કારણે થઇ શકે છે. હાર્ટ અટેકના કેટલાક લક્ષણો છે. જેને આપણે સામાન્ય રીતે અવોઇડ કરીએ છીએ, આ કારણે જ આપણે વોર્નિંગ સાઇનને નથી સમજી શકતા એક રિપોર્ટ મુજબ Periodontitis Diseaseથી પીડિત લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાની શક્યતા વધુ રહે છે. મોંમાં થતી કેટલીક તકલીફ હાર્ટ અટેકના સંકેત આપે છે. પેઢામાં સોજો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, ડોક્ટરના મત મુજબ પેઠામાં સોજો આર્ચરિયલ ઇનફ્લેમેશન એટલે કે ધમનીઓમાં સોજોની વચ્ચેનું કનેકશન જોવા મળે છે.
મોંમાં જો આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો
Periodontitis Diseaseના લોકોને પહેલા હાંડકાથી જોડાયેલી સમસ્યા રહેતી હતી અને તેમાં હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહેતું હતું. જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે. નિષ્ણાતની સલાહ છે કે. આ હાર્ટ સંબંઘિત સમસ્યાથી સાવધાન રહેવા માટે દાંત કે પેઢામાં થતી મુશ્કેલીને ઇગ્નોર ન કરવી જોઇએ.
આજે નાની વયના લોકોમાં પણ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. જેને રોકવા માટે હાર્ટ સંબંધિત બીમારી અને તેના સંકેત આપતા લક્ષણો જાણવા જરૂરી છે. જો સમય રહેતા આ મુદ્દે સતકર્તા દાખવવામાં આવે તો નાની વયે હાર્ટ અટેકના કારણે ખતમ થઇ જતી જિંદગીને બચાવી શકાય.
આ પણ વાંચો
Bharuch : NH 48 પર બે બાઇકને અજાણ્યા વાહને લીધા અડફેટે, બંનેના મોતથી અરેરાટી
Covid-19 New Variant: ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયંટ, બ્રિટનમાં મચાવ્યો છે કહેર
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોમસી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી