જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉંન્ફ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા જે કોલોનીમાં રહે છે, ત્યાં બેરિકેડ તોડીને એક કાર અંદર ઘુસી ગઈ હતી. ત્યારબાદ સુરક્ષામાં તૈનાત જવાનોએ ફાયરિંગ કર્યું હતું. ફારૂક અબ્દુલ્લા જમ્મુના બઠિંડી વિસ્તારમાં રહે છે.
જણાવવામાં આવી રહ્યું છે સુરક્ષાદળો તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં કારના ડ્રાઈવરને ગોળી લાગી છે, બાદમાં તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. બઠિંડી વિસ્તારમાં ફારૂક અબ્દૂલા સહિત નેશનલ કૉન્ફ્રેંસના અન્ય મોટા નેતાઓ પણ રહે છે. આ વિસ્તારની ચારો તરફ ભારે સુરક્ષા છે.
જાણકારી મળી છે કે જ્યારે ઘટના બની ત્યારે ફારૂક અબ્દુલા પોતાના ઘરમાં નહોતા. પોલીસનું કહેવું છે કે હાલ આ ઘટનાને કોઈ આતંકી હુમલા સાથે ન જોડી શકાય, આ એક દુર્ઘટના છે. પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ હાલ શ્રીનગરથી લોકસભાના સાંસદ છે.