આ ફરિયાદ સ્કૂલના આચાર્ય, વ્યવસ્થાપક અને ત્રણ ટ્રસ્ટી વિરૂધ્ધ નોંધવામાં આવી છે. અર્નાકુલમ જિલ્લાના શિક્ષણ અધિકારીએ આ ફરિયાદ દાખલ કરી છે.આ સ્કૂલમાં એલકેજી થી લઈને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ધણા લોકોએ આરોપ લગાવ્યો છે કે જાકિર નાઈકના કહેવા પર સ્કૂલના સિલેબસમાં વિવાદિત વસ્તુંઓ નાખવામાં આવી છે.
જાકિર નાઈક હાલ મુશ્કેલીમાં છે, જ્યારથી ખબર મળી છે કે બાંગ્લાદેશમાં હુમલો કરવાવાળા છોકરાઓ જાકિર નાઈકથી પ્રભાવિત હતા, ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં તેની ઉપર બેન લગાવવામાં આવ્યો છે, જ્યારે લંડન જેવા કેટલાક દેશમાં પહેલેથી તેની પર બેન છે.