નવી દિલ્લીઃ યુપીમાં થનાર વિધાનસભાની ચુટણી પહેલા ચુંટણી આયોગે મોટો નિર્ણય લીધો છે. ચુંટણી આયોગે આદેશ આપ્યો છે કે, કોઇ પણ રાજકીય પાર્ટી સરકારમાં હોય તે સરકારી રૂપિયાનો ઉપયોગ પોતાની વખાણ, પ્રચાર, પાર્ટી ચુંટણી ચિન્હ, સરકારી જગ્યાનો ઉપયોગ નહી કરી શકે.
આવતા વર્ષે જેમા ગુજરાત, ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચુ્ંટણી યોજાવવાની છે. ત્યારે ચુંટણી આયોગે એ પણ ચેતવણી આપી છે કે, આવુ કરનાર વિરુ્દ્ધ ચુંટણી આયોગ નિયમ અનુસાર કાર્યવાહી કરશે. આ કાર્યવાહીમાં ચુંટણી ચિન્હ પરત લેવાની વાત છે.
ચુંટણી આયોગ આ નિર્ણય દિલ્લી હાઇકોર્ટમાં જુલાઇના એ આદેશ બાદ આવ્યો છે, જેમા હાઇકોર્ટે માયાવતીની પાર્ટી બીએસપીની સરકાર પર સરકારી પૈસાનો ખર્ચ કરીને પાર્ટીના પ્રચારનો આરોપ લગાવનાર આરજીની સુનાણૃી બાદ આપ્યો હતો.