મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે ફરીવાર વિવાદમાં,પૂજારીને ધમકાવતી ઓડિયો ક્લિપ વાયરલ
abpasmita.in | 08 Oct 2016 05:13 PM (IST)
મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડેની એક ઓડીયો ક્લિપ સામે આવી છે, જેના કારણે તે ફરિવાર વિવાદોમાં ફસાઈ શકે છે. આ ઓડીયો ક્લિપમાં તે દશેરા પર એક ભાષણની પરવાનગી લેવા માટે અહમદનગર જિલ્લાના ભગવાનગઢ પહાડી મંદિરના એક પૂજારીને ધમકાવી રહ્યા છે. આ ઓડીયો ક્લિપમાં પંકજા પરલીમાં નામદેવ શાસ્ત્રી મહારાજના સર્મથકોની વિરૂધ્ધમાં ખોટા કેસ કરવાની પણ વાત કરી રહ્યા છે. આ વાતચીત દરમિયાન કહેવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય યોજના 25-15 હેઠળ પૈસા આપી કોઈપણને ખરિદી શકે છે. પંકજાએ ઓડીયો ક્લિપમાં કહેતી સંભળાય છે કે, મે મારા માણસોને કહ્યું છે કે અમે 11 ઓક્ટોબર સુધી ઝઘડો નથી કરવા માંગતાં, હુ તમને ખરીદી શકુ છુ પરંતુ હુ એમ નહી કરીશ. જે કંઈપણ મે પહેલા તમને આપ્યુ છે, તમારા માંગવા પર મે આપ્યું છે. શું તમને યાદ છે મે 25-15 યોજનામાંથી તમને પૈસા આપ્યા હતા પરંતુ હવે હુ તમને પૈસા નહી આપું. આ ઓડિયો ક્લિપ પર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ કહ્યું કે તેમના દ્વારા સત્તાનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે તેમને ત્તાત્કાલિક પદ પરથી દૂર કરવા જોઈએ. તેમણે કહ્યું લોકોના વિકાસ માટે બનેલી યોજનાથી તે લોકોને ખરીદી કરવાની વાત કરી સરકાર સાથે વિડંબન કરી રહ્યા છે. તેમણે કહ્યું અમે લોકો ઉમ્મીદ કરીએ છીએ કે મુખ્યમંત્રી તેમને ક્લીન ચીટ આપવાનો ડ્રામા નહી કરે.