Guillain-Barré Syndrome: ગુઇલેન બેરી સિન્ડ્રોમનો પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જેમાંથી છ લોકોના મોતનું કારણ આ રોગ હોવાનું પુષ્ટિ મળી છે, જ્યારે છ મૃત્યુ શંકાસ્પદ છે. નોંધાયેલા 225 કેસમાંથી 179 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 24 દર્દીઓ હજુ પણ ICUમાં છે, જ્યારે 15 દર્દીઓની હાલત વધુ ખરાબ છે અને તેઓ વેન્ટિલેટર પર છે.


ગુઇલેન બેરી સિન્ડ્રોમ એ ઇમ્યૂન ડિસઓર્ડર છે. આ રોગોમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે. જેના કારણે શરીર કમજોર થવા લાગે છે. જ્યારે હાથ-પગમાં કળતર થવા લાગે છે. ગુઇલેન-બેરી સિન્ડ્રોમની વિકાર આખા શરીરમાં ફેલાઇ જાય છે.


ગુઇલેન બેરી સિન્ડ્રોમ શું છે?


ગુઇલેન બેરી સિન્ડ્રોમ એ ઇમ્યૂન ડિસઓર્ડર છે  સ્વયંપ્રતિરક્ષા રોગોમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે. જેના કારણે શરીર કમજોર થવા લાગે છે. જ્યારે હાથ-પગમાં કળતર થવા લાગે છે. સમય જતાં, ગુઇલેન-બેરી સિન્ડ્રોમનો વિકાર  સમગ્ર શરીરમાં ફેલાય છે. શરૂઆતમાં આ રોગથી શ્વાસ અને શ્વાસની તકલીફ થાય છે. આ પછી આખું શરીર લકવાગ્રસ્ત થઈ જાય છે.


ગુલિયન સિડ્રોમના લક્ષણો



  • શ્વાસ લેવામાં તકલીફ થવી

  • હાથ પગમાં ઝણઝણાટી થવી

  • સીઢી ચઢવા ઉતરવામાં તકલીફ

  • સખત બોડી પેઇન થવી

  • નબળાઇનો અનુભવ કરવો

  • હાથ પગ સહિતના અંગો ખોટા પડી જવા                                                


બાળકોમાં અનુભવાય છે ખાસ આ લક્ષણો


ગુઇલેન-બેરી સિન્ડ્રોમમાં, બાળકોને ચાલતી વખતે અચાનક ચાલવામાં અથવા સંતુલન કરવામાં તકલીફ પડી શકે છે. પગ અથવા હાથોમાં નબળાઈને કારણે બાળક પડી શકે છે અથવા લંગડાવા લાગે છે. આ સમસ્યામાં  બાળક થાક અને નબળાઈ અનુભવે  છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો