મેંગલોરઃ કર્ણાટકના મેંગલોરમાં એક કોલેજે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે તાલિબાની ફરમાન બહાર પાડ્યું છે. સેન્ટ અલોસિયસ કોલેજે થોડા દિવસ પહેલા થયેલ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં વિદ્યર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એક નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર કોલેજમાં યુવક-યુવતી એક બીજા સાથે વાતચીત પણ નહીં કરી શકે.


વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પર કોલેજે આ પ્રકારની અનેક નિયંત્રણ લગાવ્યા છે.

એકલી યુવતી વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે વાતચીત નહીં કરે.

એકલો યુવક યુવતીઓના ગ્રુપ સાથે વાતચીત નહીં કરે.

યુવક અને યુવતી કોઈ પબમાં પાર્ટી માટે નહીં જઈ શકે.

કોઈ વિદ્યાર્થીની બપોરે ભોજન માટે બહાર નહીં જઈ શકે.

કોલેજ દરમિયાન એક ક્લાસની વિદ્યાર્થીની અન્ય ક્લાસના વિદ્યાર્થીઓને નહીં મળી શકે.

વિદ્યાર્થીનીઓ માત્ર હળેથીમાં જ મહેંદી લગાવી શકે છે.

મહેંદી લગાવતા પહેલા ક્લાસમાં ગાઈડની મંજૂરી લેવી પડશે.