અલગાવવાદીઓની સુવિધાઓ બંધ કરવા માટે પહેલાથી માંગ ઉઠી રહી હતી અને હવે કેંદ્ર સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી શકે છે. અલગાવવાદીઓની મળનાર વિમાની ટિકિટ, કાશ્મીર બહાર જાય તો હોટલ અને ગાડીઓ જેવી સુવિધાઓ પાછી લઈ શકે છે.
અલગાવવાદીઓની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓને પણ પાછા બોલાવી લેવાની માંગ ઉઠી છે, પરંતુ તેના પર નિર્ણય જમ્મુ-કાશ્મીરની સરકારને લેવાનો છે. હાલ અલગાવવાદીઓવી સપરક્ષામાં 900થી વધુ પોલીસકર્મીઓને ઉભા રાખવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના સૂત્રો પ્રમાણે અલગાવવાદીઓ પર થઈ રહેલા ખર્ચનો અમુક ભાગ કેંદ્ર સરકાર ઉઠાવતી રહી છે. કેંદ્ર હવે આ ખર્ચને ચાલુ રાખવાના પક્ષમાં નથી. જમ્મુ-કાશ્મીર સરકાર કુલ ખર્ચનો લગભગ 10 ટકા ભાગ ઉઠાવે છે.