CBI Busts Racket: કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોએ (CBI) રાજ્યસભા સીટ (Rajya Sabha Seat) અને રાજ્યપાલનું પદ (Governor Post) અપાવાનો ખોટો વાયદો આપીને લોકો પાસેથી 100 કરોડ રુપિયાની ઠગાઈ કરવાનો પ્રયત્ન કરનાર એક આંતરરાજ્ય ગેંગનું કૌભાંડ બહાર લાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ આ મામલે હાલમાં જ ઘણી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા અને આ ઠગ ટોળકીના 4 સભ્યોને ઝડપી પાડ્યા છે.


અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન એક આરોપી CBIના અધિકારીઓ ઉપર હુમલો કરીને ભાગવામાં સફળ રહ્યો હતો. હાલ આ ફરાર આરોપી સામે તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કરવાના આરોપ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.


આ હતું સમગ્ર પ્લાનિંગઃ
CBIએ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં રહેનાર કમલાકર પ્રેમકુમાર બંદગર, કર્ણાટકના બેલગામના રહિશ રવિન્દ્ર વિઠ્ઠલ નાઈક અને દિલ્હી-NCRના રહિશ મહેન્દ્ર પાલ અરોડા, અભિષેક બૂરા અને મોહમ્મદ એઝાઝ સામે ફરિયાદ નોંધી છે.


પ્રાથમિક અહેવાલ મુજબ કમલાકર બંદગર ખુદને CBIનો એક સિનિયર અધિકારીના રુપે ઓળખ આપતો હતો અને વિવિધ પોલીસ સ્ટેશનમાં પરિચિક લોકોના કામ કરી આપવાનું કહેતો હતો. આ સમગ્ર મામલે CBIને તેમના સૂત્રો તરફથી માહિતી મળી હતી કે, આ આરોપીઓએ રાજ્યસભાની સીટ અપવા માટે અને રાજ્યપાલના રુપે (Governor Post) નિયુક્તિ આપવા અને કેન્દ્ર સરકારના મંત્રાલયોના વિભાગોને આધીન આવતી સરકારી સંસ્થાઓના અધ્યક્ષ બનાવા માટે ખોટા વાયદા કરીને સામાન્ય લોકો પાસેથી મોટી રકમ મેળવવા માટે યોજના બનાવી છે. 


આ સમગ્ર યોજનામાં દિલ્હી-NCRના અભિષેક બૂરાના ઉચ્ચ પદો પરના અધિકારી સાથેના કથિત સંબંધોનો ઉપગોગ કરવા માટેની પણ વિચારણા હતા. આ દરમિયાન તમામ આરોપીઓ 100 કરોડ રુપિયાના અવેજમાં રાજ્યસભાની (Rajya Sabha) ઉમેદવારી આપવાના ખોટા વાયદા કરીને લોકો પાસેથી રુપિયા પડાવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા.