નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારના વિરુદ્ધ મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશના 19 રાજ્યોમાં 110 જગ્યાઓ પર સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના એક-બે નહીં પણ 30 કેસનો લઇને સીબીઆઇની નેશનલ રેડ ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે.



કેન્દ્ર સરકારે સીબીઆઇએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સ રાખવામાં આવશે. સાથે કોઇપણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે.


આ જ કારણે સીબીઆઇએ 2006-07 બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલા મોટા પ્રમાણમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે. દરોડામાં અત્યાર સુધી જે ડૉક્યુમેન્ટ મળ્યા છે તેના આધારે લગભગ 20 કેસો નોંધવામાં આવ્યા છે.