J&K SI recruitment scam: જમ્મુ-કાશ્મીરના SI ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ દેશમાં 33 સ્થળો પર દરોડા પાડ્યા છે. સીબીઆઈ જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગ્લોર અને દિલ્હીમાં આ દરોડા પાડી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા છે અને 20 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 46 હજાર 347 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 30 હજાર 417 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 185 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 47 લાખ 80 હજાર 693 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 21 લાખ 67 હજાર 644 ડોઝ અપાયા હતા.
સિકંદરાબાદમાં ચાર્જિંગ સમયે ઈલેકટ્રિક બાઇકની ફાટી બેટરી, બિલ્ડિંગમાં આગ લાગતાં 8 લોકોનાં મોત
હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં સોમવારે રાત્રે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 8 લોકોના મોત થયા છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટરનો શો રૂમ હતો. તેની ઉપર ચોથા માળે એક હોટલ ચાલતી હતી. આગના કારણે ઉપરના માળે 25-30 લોકો ફસાઈ ગયા હતા અને એક મહિલા સહિત લગભગ 8 લોકો આગને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અડધો ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જિંગ યુનિટથી શરૂ થઈ હતી અને બિલ્ડિંગમાં ફેલાઈ હતી. આગ બાદ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા ઉપરના માળેથી નીચે કૂદી પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રૂબી હોટલની બિલ્ડીંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમમાં બાઇકની બેટરી ફાટી હતી, ત્યારબાદ આગ આખી બિલ્ડીંગને લપેટમાં લઇ લીધી હતી.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ હૈદરાબાદમાં ઈલેક્ટ્રિક શોરૂમમાં આગ લાગવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે હું તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સાજા કરો. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.