લખનઉ: CBIએ હાથરસ કેસની તપાસ શરુ કરી દીધી છે. આ કેસની તપાસ માટે યોગી સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 19 વર્ષીય દલિત યુવતી સાથે 14 સપ્ટેમ્બરના રોજ ચાર યુવકોએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. પીડિતાનું 29 સપ્ટેમ્બરે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.



પીડિતાના પરિવારનો આરોપ છે કે, સ્થાનીક પોલીસે જબરજસ્તી અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે, સ્થાનીય પોલીસનો દાવો છે કે, પરિવારની ઈચ્છા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાય

આ ઘટનાને લઈને ઘણો વિવાદ થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ યોગી સરકારને નિશાના પર લીધી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું. તેના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસની જાહેરાત કરી હતી. હાથરસ મામલે એસઆઈટીની તપાસના આધાર પર એસપી સહિત કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.