નવી દિલ્લીઃ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઈ બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. કેન્દ્રીય વિદ્યાલય અને સીટીએસએ સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. ફરી એકવાર ધોરણ-12ના પરિણામોમાં છોકરીઓએ મેદાન માર્યું છે. છોકરીઓએ છોકરાઓ કરતાં 0.54 ટકા સારું પરિણામ મેળવ્યું છે. છોકરીઓનું  99.67% , જ્યારે છોકરાઓનું  99.13% પરિણામ આવ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓની ખુશી એક પછી એક બહાર આવી રહી છે. 






લુધિયાણાની આર્ટ્સની વિદ્યાર્થિની ખુશીએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું. મને આશા નહોતી કે મારે 90 ટકા આવશે. જ્યારે કોમર્સ સ્ટૂડન્ટ વંશિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મને આશા નહોતી કે મારે 98.4 ટકા આવશે. કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ સારો નિર્ણય લીધો છે. 


બીજી તરફ દિલ્લી અભિષેક ચૌધરી નામના વિદ્યાર્થીએ કહ્યું છે કે, પરિણામ ધાર્યા જેવું આવ્યું નથી. મારે 80 ટકાથી વધારે આવશે એવી આશા હતી. જોકે, હું નિરાશ થયું છે. હું સરકારી કોલેજમાં એડમિશન લેવા માંગું છું, પરંતુ હવે અઘરું થશે.