CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખો આવતીકાલે જાહેર થવાની સંભાવના છે. લાખો ઉમેદવારોના ભાવિનો આવતીકાલે નિર્ણય થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પરીક્ષા અંગે નિર્ણય લેશે. શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશાંક જાહેરાત કરશે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે.
જાહેરાત પહેલા શિક્ષણમંત્રી પીએમ મોદીને મળીને માહિતી આપી શકે છે. હમણાં સુધી, રાજ્યો શિક્ષણ બોર્ડ તરફથી મળેલા સૂચનના આધારે તૈયાર કરેલો અહેવાલ સુપરત કરી શકે છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ધોરણ 12 ની પરીક્ષા લેવાશે તે નક્કી છે, આશરે 18 થી 20 મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બેગણી કરવામાં આવશે. જે ઉમેદવારોની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, પરીક્ષા કેન્દ્રોમાં પોસ્ટ કરાયેલા શિક્ષકો, કર્મચારીઓને પ્રાધાન્યતાના આધારે રસી આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા હોલમાં ઉમેદવારોની સંખ્યા પણ ઓછી હશે.