નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવ હાલના દિવસોમાં પોતાના નિવેદનોને લઈ વિવાદોમાં ફસાયેલા છે. એલોપેથીને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ તેમને માફી માંગવી પડી હતી અને નિવેદન પરત લેવામાં આવ્યું હતું. પરંતુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને બાબા રામદેવ અત્યાર સુધી આમને સામને છે. આ તમામ વિવાદ પર બાબા રામદેવે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી છે અને પોતાનો પક્ષ રાખ્યો છે.


હું એલોપેથી અને ડૉક્ટરોની વિરૂદ્ધમાં નથી-બાબા રામદેવ


નિવેદન બાદ થયેલા વિવાદ પર બાબા રામદેવે કહ્યું, હું ન તો એલોપેથીની વિરુદ્ધમાં છું, ન તો ડૉક્ટર્સના વિરોધમા છું અને આઈએમઈ સામે થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઠીક છે તેમને  પોતાનુ રાજકારણ ચલાવવાનું છે, ડૉક્ટરોની વચ્ચે પોતાની નેતાગિરી કરવી છો તો તેમની સાથેની લડાઈનો કોઈ પ્રશ્ન જ નથી.   


બાબા રામદેવે કહ્યું, સાચી લડાઈ ડ્રગ માફિયા સામે છે, જે બે રૂપિયાની દવાને 2000 રૂપિયામાં અને ક્યારેક ક્યારેક તો 10-10 હજારમાં વેચે છે. જરુરીયાત વગરના ઓપરેશન કરે છે, જરુર વગરના ટેસ્ટ કરાવે છે. આ હું નથી કહેતો ડૉક્ટર ત્રેહન પણ કહે છે. અને ઘણી વાર ઓવરડોઝ આપી શું શું થઈ રહ્યું છે. તમે ડૉક્ટર ગુલેરિયાને પણ સાંભળ્યા છે. સમગ્ર દુનિયામાં લાખો કરોડો લોકોના મોત થાય છે. 



તેમણે કહ્યું કે હું કોઈ વિવાદને વધારવા નથી માંગતો, હુ વિવાદને ખતમ કરવા માંગુ છુ. બાબા રામદેવે પોતાની વાતને આગળ વધારતા કહ્યું, મે કહ્યું છે કે મોડર્ન મેડિકલ નસાયન્સે જે પ્રગતિ કરી છે, એડવાન્સ સર્જરીમાં, લાઈફ સેવિંગ ડ્રગ્સમાં.  આ બંને વસ્તુઓમાં મૉડર્ન મેડિકલ સાયન્સનું ખૂબ જ સન્માન કરુ છું. પરંતુ તેમણે જો લાઈફ સેવિંગ ડ્રગ્સ આપ્યા છે, એડવાન્સ સર્જરી કરી છે. આ મામલો ખૂબ જ મોટો છે. પરંતુ 98 ટકા પછી ભલે બીપી હોય, શુગર, થાઈરોઈડ, અર્થરાઈટિસ, ફેટી  લીવર આ તમામ બીમારીઓની સારવાર અમે યોગ, આર્યુવેદ અને નેચુરોપેથી કરી શકીએ છીએ. બાબા રામદેવે કહ્યું એ નિવેદન મારુ પોતાનું નિવેદન નહોંતુ. હું વોટ્સએપ મેસેજ વાંચી રહ્યો હતો. મે ત્યારે પણ કહ્યું હતું કે હું એલોપેથીનું સન્માન કરુ છું.



હું આઈએમએને ગંભીરતાથી નથી લેતો


વેક્સીનને લઈ ભ્રમ ફેલાવવાના આઈએમએના આરોપો વાળા પ્રશ્ન પર બાબા રામદેવે કહ્યું કે મે તો કહ્યું છે કે વેક્સીનના ડબલ ડોઝ લો અને સાથે યોગ આયુર્વેદના પણ ડબલ ડોઝ લો. તેમણે કહ્યું આ મને દેશદ્રોહી કહે છે. હુ વિવાદ નથી વધારવા માંગતો. આઇએમએવાળાએ દેશ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, દેશના બંધારણની વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, દેશની લોકશાહી રચના સામે નિવેદનો આપ્યા છે, ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. હું આઈએમએને ગંભીરતાથી લેતો નથી.



વેક્સીન ક્યારે લગાવશો ?


રસી લેવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે હું રસીનો સમર્થક છું. પહેલા બાળકો અને વૃદ્ધોને રસી અપાવવા દો. તેમણે કહ્યું, "સ્વામી રામદેવ ખૂબ સ્વસ્થ છે, મારું હૃદય સારું છે, મારું બીપી સારું છે, મારી કિડની સારી છે, મારુ   લીવર બરાબર છે, મારી રોગપ્રતિકારક શક્તિ એટલી સારી છે કે મારી 25 વર્ષની બાયોનલોડિકલ વય છે.  પહેલા નબળા લોકોને રસીકરણ થવા દો.  મારું નામ અંતિમ સૂચિમાં લખાવેલું છે અને હું રસીકરણનો સમર્થક છું"