નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં હાલ લોકાડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાનું આખો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ cbse.nic.in ઉપર મળી રહેશે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ ત્યાંથી પણ બધી વિગતો મેળવી શકે છે.


એચઆરડી મિનિસ્ટર રમેશ પોખરિયાલે ધોરણ 10 અને12 પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. દિલ્લીમાં રમખાણોને કારણે પરીક્ષા બંધ રાખવી પડી હતી. હવે પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. નોર્થ ઈસ્ટ દિલ્લીમાં પહેલું પેપર(સોશિયલ સાયન્સ) 1 જુલાઇ લેવાશે. .ધોરણ-10ની પરીક્ષા પહેલી જુલાઇ 2020થી શરૂ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા પહેલી જુલાઇથી 15મી જુલાઇ દરમિયાન યોજાશે. સીબીએસઇ બોર્ડ માટે એચઆરડી મિનિસ્ટરે ઓપ્શનલ એકેડમિક કેલેન્ડર લોંચ કર્યું છે, જેની મદદથી શિક્ષકો ટેકનીકલ અને સોશિયલ મીડિયા ટૂલ્સ ભરપૂર ઉપયોગ કરી શકશે.