નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે એલએસીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. બિપિન રાવતે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં એલએસીની નજીક સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. તેમને કહ્યું અમારી નીતિ સ્પષ્ટ છે. અમે એલએસી પર કોઇ ફેરફાર કરવા નથી માંગતા.


રાવતે જણાવ્યુ કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાનુ દુસ્સાહસને લઇને ભારતીય સેનાની મજબૂત પ્રતિક્રિયાના કારણે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહી છે.

જનરલ રાવતે કહ્યું- સીમાં પર અથડામણ અને સૈન્ય ઉકસાવવાની ઘટના બની શકે છે, આ મોટા સંઘર્ષમાં પરિણામે તો નવાઇ નહીં. વળી પાકિસ્તાન વિશે તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પાક સતત ભારત વિરુદ્ધ નિવેદન અને કાવતરા કરી રહ્યું છે, આ કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ ખરાબ બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં હાલ જબરદસ્ત ઠંડી છે, અને સેનાને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે એલએસી પર ગરમ કપડાં આપવામાં આવ્યા છે. આ કપડાં અમેરિકાથી ખરીદવામાં આવ્યા છે, જેથી હાડ ગાળતી ઠંડીમાં પણ સૈનિકો સલામત રહી શકે. ગરમ કપડાંની સાથે સૈનિકોને એસઆઇજી અસૉલ્ટ રાયફલ પણ આપવામાં આવી છે. એકદમ ઠંડા વાતાવરણમાં પડકારોને ઝીલવા કઠીન છે.