નવી દિલ્હી: નવા વર્ષ પર દેશને કોરોના વેક્સિનની ભેટ મળી શકે છે. કેંદ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન સીડીએસઓની વિશેષ સમિતિ ઓક્સફર્ડની કોવિડ-19 વેક્સિન 'કોવિશીલ્ડ' ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ જાણકારી સામે આવી છે.



ભારતમાં તાત્કાલિક કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરવાને લઈ સીરમ ઈન્સટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને એસ્ટ્રેજેનાકા સાથે કોવિશીલ્ડના નિર્માણ માટે કરાર કર્યા છે.

સીડીએસઓના વિશેષજ્ઞોની સમિતિએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના કોવિડ 19 વેક્સિન કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે આજે બેઠક કરી છે. આ પહેલા ભારતીય ઔષધિ મહાનિયંત્રક વી.જી સોમાનીએ સંકેત આપ્યા હતા કે ભારતમાં નવા વર્ષમાં કોવિડ-19 વેક્સિન આવી શકે છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝરએ ડીસીજીઆઈન સમક્ષ અરજી કરી કે તેમની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી. આ કંપનીઓ મંજૂરી મળે તેની રાહ જોઈ રહી છે.