એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રમ કાયદામાં ફેરફાર થવાને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે. જોકે આ મામલે PIB fact Checkએ કહ્યું કે, આ દાવો ખોટો છે. પગાર બિલ, 2019 કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ પર લાગુ નહીં થાય.
PIB fact Checkએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રમ કાયદામાં ફેરફાર થવાને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે. આ દાવો ખોટો છે. પગાર બિલ, 2019 કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ પર લાગુ નહીં થાય.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.